અજીત મીલ બ્રિજ પાસે બેકાબુ કારે સર્જ્યો ભયાનક અકસ્માત, પળવારમાં મચ્યો ચીસોનો ચિત્કાર. અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં સોમવાર રાત્રે સર્જાયેલા એક ગંભીર માર્ગ અકસ્માતે સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. અજીત મીલ નજીક આવેલા ગરીબનગર વિસ્તારમાં એક બેકાબુ બનેલી કાર રસ્તા પર મોતની જેમ દોડી હતી અને અનેક વાહનો અને રાહદારીઓને અડફેટે લીધા હતા. જેમાં એક યુવતીનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અચાનક તબિયત બગડતા કાર પરથી ગુમાવ્યો કાબુ પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર ઓઢવના વિરાટનગર રોડ પર આવેલા શ્રદ્ધા બંગલોમાં રહેતા 40 વર્ષીય મયંક કુમાર દીપકભાઈ પટેલ પોતાની સફેદ રંગની ટાટા હેરિયર કારમાં પોતાના પુત્ર અને પત્ની સાથે પસાર થઈ રહ્યા હતા રાત્રે આશરે 9:40 વાગ્યે અજીત મિલ બ્રિજ નજીક તેમને અચાનક ખેંચ આવતા કાર પર નો કાબુ ગુમાવી બેઠા હતા. ઓટો, એકટીવા અને બાઈક ને લીધા અડફેટે બેકાબુ બનેલી કારે સૌથી પહેલા એક ઓટો રીક્ષા ને ધડાકાભેર ટક્કર મારી હતી. જો કે અકસ્માત ત્યાં અટક્યો ન હતો ત્યારબાદ આ બેકાબુ બનેલી કારે રસ્તા પરથી પસાર થઈ રહેલા ત્રણ એકટીવા અને એક બાઈક સાથે પણ અથડાઈ હતી. લોકો કંઈ સમજે તે પહેલાં જ કાર રાહદારીઓ અને વાહનોને અડફેટે લેતી આગળ વધી રહી હતી અને અંતે એક દુકાનમાં ઘૂસી ગઈ હતી. યુવતીનું ઘટનાસ્થળે જ મોત, સર્જાયો અફરાતફરી નો માહોલ અકસ્માતની તીવ્રતા એટલી હતી કે આસપાસના લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઊમટી આવ્યા હતા. આ ભયાનક અકસ્માતમાં એકટીવા ચલાવતી યુવતી નું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું,જ્યારે અન્ય ઘાયલો ને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક આગેવાનો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા ઘટનાની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળ ની આસપાસના સીસીટીવી ફૂટેજ તથા આ અકસ્માતના પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો નોંધીને તપાસ શરૂ કરી છે. એચ ટ્રાફિક પોલીસ સ્ટેશન દ્વારા સમગ્ર મામલા ની સત્તાવાર તપાસ હાથ ધરવામાં આવી અકસ્માત સર્જનાર કારચાલક મયંકકુમાર પટેલ પણ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની નાજુક તબિયતને કારણે હાલ તેમનું સત્તાવાર નિવેદન લેવામાં આવેલું નથી, પરંતુ આ અંગે ગુનો નોંધીને હાલ એચ ટ્રાફિક પોલીસ સ્ટેશન દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અકસ્માતનું ચોક્કસ કારણ અને અન્ય સંજોગો અંગેની માહિતી તપાસ પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થશે. Post navigation અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી! બે વિમાન આમને-સામને આવ્યા, DGCAએ શરૂ કરી તપાસ.